ડાંગ

ડાંગ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનો મહત્વનો નિર્ણય: સરકારી કામગીરી માટે ખાનગી મોબાઇલમાં નવી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા આદેશ

શિવાજી કવર (આહવા બ્યુરો)

આહવાડાંગ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓના હિત અને તેમની સુરક્ષાને ધ્યાને રાખીને એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ડાંગ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ તરુણકુમાર આર. સોલંકી, મુખ્ય કન્વીનર અબ્દુલ વી. ફકિર તથા મંત્રી પ્રકાશચંદ્ર જી. આહિરે ની સંયુક્ત સહીથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે
ખાનગીપણાના હક (Right to Privacy) નું ઉલ્લંઘન: સરકારી કામઅર્થે કર્મચારીઓના પોતાના ખાનગી મોબાઇલમાં નવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાથી કર્મચારીઓના બંધારણીય અધિકાર એવા ‘Right to Privacy’ (ગોપનીયતા) નું ઉલ્લંઘન થતું હોય, આ અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્ય સરકારમાં વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.
એપ્લિકેશન ડાઉનલોડ/એન્ટ્રી ન કરવા બોયકોટ: જ્યાં સુધી આ બાબતે કોઈ નક્કર નિરાકરણ ન આવે ત્યાં સુધી ડિજિટલ સુરક્ષાને ધ્યાને રાખીને, ખાનગી મોબાઇલમાં આવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા અને જો કરેલ હોય તો તેમાં એન્ટ્રી ન કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે તમામ સંવર્ગ માટે સૂચના: આ આદેશ ડાંગ જિલ્લાના તમામ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (M.P.H.W.), મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર (M.P.H.S.), ફીમેલ હેલ્થ વર્કર (F.H.W.) તથા ફીમેલ હેલ્થ સુપરવાઇઝર (F.H.S.) ને ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.
તંત્રને પાઠવેલ નકલ
આ આદેશની નકલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ડાંગ-આહવા), જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (આરોગ્ય શાખા, આહવા), એપિડેમિક મેડિકલ ઓફિસર અને જિલ્લા મલેરિયા અધિકારીશ્રી તેમજ ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!